D.J. in Marriage..
લગન ની મૌસમ પુર જોશ માં ચાલી રહી છે..ચારે બાજુ કાન ફાડી નાખે એવા DJ ના સંગતિ ના તાલે લોકો ઝૂમી રહ્યા છે..લગ્ન એ આનંદ અને ઉલ્લાસ નું વાતાવરણ લઇને દરેક જી જિંદગી માં આવનારો અનેરો પ્રસંગ ..લગભગ લગ્ન માં વરઘોડા માં DJ તો હોય જ..
સમય ની સાથે પરિવર્તન એ સમય ની માંગ પણ છે અને એમાંથી આપના રિવાજો અને એને ઉજવવાના સાધનો માં પણ પરિવર્તન આવે એ સ્વાભાવિક છે..DJ પણ એ પરિવર્તન નું એક સાધન માત્ર છે..પણ કેટલાક પરિવર્તનો ની સાથે મૂળ પ્રસંગ નું આખું રૂપ પણ બદલાય જાય છે...પેલા વરઘોડા ફક્ત દેશી ઢોલ ની સંગાથે થતા જેમાં આગળ ઢોલી હોય અને પાછળ વરરાજા ગાડી અથવા ઘોડી પર અને એની પાછળ બધા માણસો..પછી ઢોલી ની સાથે શરણાઈ વાળા આવ્યા એમા પણ આવું જ દ્રશ્ય હતું લગભગ..ત્યાર બાદ શરણાઈ નું સ્થાન બેન્ડ વાજા એ લીધું અને દ્રશ્ય માં થોડું પરિવર્તન આવ્યું...જે માણસો વરરાજા ની પાછળ હતા એમાંથી થોડા બેન્ડ ની આગળ અને થોડા બેન્ડ ની પાછળ અને એની પાછળ વરરાજા અને એની પાછળ મહિલાઓ.. આ બધું હતું ત્યાં સુધી વરઘોડો જોઈને એ ખ્યાલ આવતો કે વરરાજા કોણ અને ક્યાં છે..પછી નો દોર એટલી આજ નો સમય જ્યારે બેન્ડ ના સ્થાને DJ આવી ગયું અને મૂળ દ્રશ્ય માં પણ પરિવર્તન...આગળ DJ મોટી ગાડી અને મોટા મોટા સ્પીકર સાથે એની આગળ અને પાછળ માણસો અને સૌથી પાછળ વરરાજા..કદાચ વરરાજા સાથે એકાદ નજીકનો માણસ હોય તો હોય..પરકણતું આજ ના આ વરઘોડા માં વરરાજા કોણ અમે ક્યાં છે એ સમજ જ નથી પડતી..લોકો આવે તો છે વરઘોડા માં પણ DJ ના તાલ માં વરરાજા જ ખોવાઈ જાય છે..સમય ની સાથે પરિવર્તન જરૂરી છે પણ એ વાત નું ધ્યાન પણ જરૂરું છે કે એ પરિવર્તન થી મૂળ પણ પરિવર્તિત ના થઇ જાય...એના સિવાય DJ નો અત્યંત અવાજ કાનના પડદા ફોડી નાખે એવો જબરજસ્ત પણ હોય છે..

અંત માં ..
જે પણ હોય પરંતુ DJ માં વાગતા અમારા ઉત્તર ગુજરાત ના ગમન સાંથળ, કિંજલ દવે, જીગ્નેશ કવિરાજ કે રજની બારોટ ના ગીતો તમારા પગ ને ધ્રુજાવી જરૂર નાખશે...જો તમે નાચવા ના માંગતા હોય તો તમારે મન પર વધુ ભાર મૂકી ને રોકાવું જરૂરી બને છે કારણ કે તમારા પગ તો ક્યારનાય ઊંચા નીચા થવા માંડે છે..આવા સમય માં મન એવું ઇચ્છતું પણ હોય છે કે કોઈ મિત્ર આવીને જબરજસ્તી નાચવા માટે લઇ જાય કારણ કે

માન માં પાડવાનો અને ભાવ ખાવાનો આપણા ભારતીય નો જન્મ સિદ્ધ અધિકાર છે..
..વીર...
No comments:
Post a Comment