ઉત્તર ગુજરાત ના લોક ગાયકો ..
ઘણા સમય થી એક ના એક હિન્દી ગીતો અને ભજનો સાંભળીને કંટાળો આવ્યો એટલે વિચાર્યું કે ચલો થોડા લોકગીતો સાંભળું . લોકગીત લોક હયા માંથી નીકળેલી સળવાની છે એમાં લોકો ની ભાવના સમાયેલી હોય છે ..લોક સંસ્કૃતિ ને સાચવીને બેઠા છે આપણા લોકગીતો ...
એટલે થોડા મારી પસંદ ના ગીતો download કર્યા નેટ પર મોટા ભાગે ગીત ની પહેલી લાઈન લખેલી હોય છે એટલે એ જોઈને download કર્યા અને આજે ચાલુ બાઇક પર સાંભળ્યા ત્યારે મગજ એટલું ગરમ થઇ ગયું કે જો કલાકાર સામે હોત તો એક ખેંચી ભી નાંખત ..આખા લોકગીતો ની એક નવી જ વર્ણ શંકર જાત પેદા કરી દીધી છે આ છડક છાપ ગાયકો એ ..મૂળ ગીત ની પહેલી લાઇન નો ઉપયોગ કરીને પછી એમાં એવો તે કચરો ઘુસાડ્યો છે કે કોઈને ભી ગુસ્સો આવે ...ઉદાહરણ ..
છેદડા રે વાઢી ને બાવાળીયા રોપશુ એક વીર રાજપૂત નો રાહડો છે..પેલી લઈને પછી એમાં પાટણ ના પટોળા ને કડી ના કંડલા ઘુસાડી દીધા ..એવું જ બીજું ગઢ રે દાંતા નો રાણો.. અંબાજી નું ગીત ચાલુ કરીને બીજી લાઈન માં કાનુડા ને ઘુસાડી દીધો ..
છેદડા રે વાઢી ને બાવાળીયા રોપશુ એક વીર રાજપૂત નો રાહડો છે..પેલી લઈને પછી એમાં પાટણ ના પટોળા ને કડી ના કંડલા ઘુસાડી દીધા ..એવું જ બીજું ગઢ રે દાંતા નો રાણો.. અંબાજી નું ગીત ચાલુ કરીને બીજી લાઈન માં કાનુડા ને ઘુસાડી દીધો ..
ખરેખર આવા ગાયકો એ ગુજરાત ની લોક સંસ્કૃતિ ની મજાક બનાવી દીધી છે...આપના કર્ણ પ્રિય સંગીત થઈ મઢેલા લોકગીતો ને આ લોકો એ એ જગ્યા એ પહોંચાડી દીધા છે કે એનું નામ પડે અને સુગ ચડે ..બેવફા, રાધા વગેરે નો ઉપદ્રવ ઓછો હતો એમાં પાછા ખજૂરી ના પાન નો ઉમેરો થયો અને પછી હવે તો ગાડીઓ ની પાછળ પડી ગયા છે..
હવે તો ભગવાન બચાવે આપણી લોક સંસ્કૃતિ ને ...
.. વીર ...
No comments:
Post a Comment