ગુજરાતી ફિલ્મ ...
રાષ્ટ્રીય લેવલે બોલિવૂડ ની ફિલ્મ industry અને પ્રાદેશિક લેવલે state પ્રમાણે ફિલ્મ industry લોકો ને મનોરંજન પૂરું પાડવાનું કામ કરે છે..
બોલિવૂડ અને સાઉથ ની ફિલ્મો કરોડો ની કમાણી કરે છે એની સામે સરખામણી ના કરી શકાય છતાં પણ ગુજરાત રાજ્ય ના વિકાસ અને પ્રજા ની દ્રષ્ટિએ ગુજરાતી ફિલ્મ industry નો જે વિકાસ થવો જોઈએ એ નથી થતો એની પાછળ ના કારણો કદાચ ગુજરાતી ફિલ્મો ની નિમ્ન કક્ષા ની quality જ જવાબદાર છે..એક સમય હતો જ્યારે લોકો ને ગુજરાતી ફિલ્મો જોવામાં રસ હતો પરંતુ આજ ના સમય માં લોકો ને ગુજરાતી ફિલ્મો ના નામ માત્ર થી સુગ ચડવા માંડે છે..વ્યવસ્થિત વાર્તા અને સારા કલાકારો સાથે બનેલી જૂની ગુજરાતી ફિલ્મો આજે ભી લોકો ને પસંદ છે પરંતુ આજે જે પ્રકાર ની ફિલ્મો બને છે એ ગુજરાતી લોકો ને સિનેમા ઘર સુધી ખેંચી લાવવામાં તદ્દન નિષ્ફળ સાબિત થયી છે એની પાછળ ના કેટલાક કારણો...
અત્યારે મોટા ભાગ ની ફિલ્મો જાતિવાચક બનવા માંડી છે એટલા સુધી કે ફિલ્મો ના નામ પણ જાતિ આધારિત હોય છે જેના કારણે આ ફિલ્મો અન્ય જાતિ ને સિનેમા સુધી ખેંચી લાવવામાં અડચણ રૂપ બને છે..
સૌથી મોટું કારણ છે બહુ ઓછા ખર્ચ માં આડે ધડ બનતી ફિલ્મો..ગુજરાતી ફિલ્મ industry ની સૌથી મોટી કમજોરી છે એ એક વિષય પર બનેલી ફિલ્મ સફળ થાય એટલે સરખા વિષય ને લઇને સંખ્યા બંધ ફિલ્મો બનવા માંડે છે..છેલ્લો દિવસ અને ગુજ્જુભાઈ જેવી ફિલ્મો મેં અર્બન ગણવામાં આવે છે પરંતુ એની સફળતા ના કારણે બહુ ઓછા સમય માં જ એ પ્રકાર ની ફીલ્મ આવવા મંડી જેના કારણે બધી જ ફિલ્મો નિષ્ફળ જવા માંડી.. એકી સાથે 10 થી પણ વધુ ફિલ્મો release થવાના કારણે લોકો નો રસ રહેતો નથી ફિલ્મો જોવામાં..તમે કદાચ કોઈ ગુજરાતી ફિલ્મ જોવા સિનેમા માં જઈને એક ફિલ્મ જોઈને બહાર આવો ત્યાં સુધી બીજી 5 ફિલ્મો release થાઈ ચુકી હોય છે જેના માટે કોઈની પાસે સમય ના હોય એ સામાન્ય છે..બોલીવૂડ જેની માર્કેટ વર્લ્ડ લેવલે છે છતાં પણ 2 ફિલ્મો ને સાથે release નથી કરતા જ્યારે ગુજરાતી ફિલ્મો માં આવી કોઈ મર્યાદા નથી ..
ક્રમશ...
..વિર....Dated :-12/02/2017
ગુજરાતી ફિલ્મ - 2
છેલ્લે લખ્યું હતું કે ગુજરાતી સિનેમા ના વિકાસ માં અવરોધક છે એક જ સમયે એક જ વિષય ને લઈને બનતી વધુ પડતી ફિલ્મો અને એટલા જ જવાબદાર છે આજ ના સમય ના ગુજરાતી ફિલ્મો ના કલાકારો ..એક સમય હતો જ્યારે ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા , રણજિત રાજ, અરવિંદ રાઠોડ કે સ્નેહલતા જેવા કલાકારો જેમના અભિનય ની પાછળ લોકોની લાગણી વણાયેલી હતી પરંતુ આજકાલ જેમને અકટિંગ ની A પણ ના આવડતો હોય એવા લોક ગાયક કલાકારો અમે એમના ઓવર અકટિંગ ના ઓવર ડોઝ લોકોને મનોરંજન પૂરું પાડવા કરતા અણગમો વધુ પેદા કરે છે..છેલ્લે હિતેન કુમાર અને હિતુ કનોડિયા ને છોડી દઈએ તો ગુજરાતી એક્ટર માં દમ નથી તેમના માં અકટિંગ કરતા personal attitude વધુ જોવા મળે છે..જોકે અર્બન ગુજરાતી ફિલ્મો ના એક્ટર ની અકટિંગ માં દમ છે પરંતુ આવી ફિલ્મો બહુ ઓછી બને છે..
...વીર....20/02/2017
No comments:
Post a Comment